Anant and Radhika Ambani welcome Antilia Cha Raja: અંબાણી પરિવારના બાપ્પાના સ્વાગતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અંબાણી ની મૂર્તિ સાથે અનંત અંબાણી (તસવીર: મિડ-ડે)
દેશના અગ્રણી અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવારે ગણેશ ચતુર્થીની (Anant and Radhika Ambani welcome Antilia Cha Raja) ઉજવણી માટે શુક્રવારે સાંજે તેમના ઘર એન્ટિલિયામાં ભગવાન ગણેશની મૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અંબાણી પરિવાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી રહી છે. અંબાણી પરિવાર દરેક તહેવાર સાથે ગણેશ ચતુર્થીને પણ ખૂબ જ ભવ્યતાથી ઉજવવા માટે જાણીતા છે. ગણેશોત્સવ માટે પણ અંબાણી પરિવારના નવપરિણીત દંપતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે એન્ટિલિયામાં બાપ્પાનું જોરદાર સ્વાગત કર્યું હતું. અંબાણી પરિવારના બાપ્પાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અંબાણી પરિવારના બાપ્પાના સ્વાગતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
શુક્રવારે એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરની સાંજે રીલાયન્સના વડા મુકેશ અંબાણી (Anant and Radhika Ambani welcome Antilia Cha Raja) તેમના દક્ષિણ મુંબઈના પ્રતિષ્ઠિત ઘર એન્ટિલિયા ખાતે જોવામાં આવ્યા હતા. એન્ટિલિયાની બહાર મુકેશ અંબાણી ગણેશ મૂર્તિને ઘરે લઈ જવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન એન્ટિલિયાના આસપાસના પરિસરમાં ચાહકો અને ભક્તોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ દરેક લોકોએ અંબાણી પરિવારના બાપ્પાને "એન્ટીલિયાચા રાજા" એવા નારા લગાવી વધાવ્યા હતા. એન્ટીલિયાચા રાજાને લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના જોડિયા બાળકમાંથી એકને પ્રેમથી લઈ જતી જોવા મળી હતી.
ADVERTISEMENT
View this post on Instagram
નીતા અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને પત્ની રાધિકા મર્ચન્ટ (Anant and Radhika Ambani welcome Antilia Cha Raja) પણ “ગણપતિ બાપ્પા મોર્યા”ના નારાઓ વચ્ચે એન્ટિલિયા ખાતે ભગવાન ગણેશની મૂર્તિનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. એક અહેવાલ અનુસાર, અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈની પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશ મૂર્તિ માટે લગભગ 15 કરોડ રૂપિયાની કિંમતનો 20 કિલોનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. ગુરુવારે સાંજે, નીતા અંબાણીએ એક કાર્યક્રમ માટે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે પાપારાઝીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ આપી હતી. ઇવેન્ટમાં નીતા અને મુકેશ અંબાણી તેમજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જોવા મળ્યા હતા.
View this post on Instagram
"એન્ટીલિયાચા રાજા"ના સ્વાગતનો વીડિયો હવે સોશિયલ મીડિયા (Anant and Radhika Ambani welcome Antilia Cha Raja) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકોની ભારે ભીડ વચ્ચે સિક્યોરિટી સાથે અંબાણી પરિવારના બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયો પોસ્ટના કમેન્ટ બૉક્સમાં લોકોને અનંત અને રાધિકા અંબાણીને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેમ જ ગણપતિ બાપ્પા મોરયા લખીને પણ તહેવાર પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં અંબાણી પરિવારને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે દસ દિવસીય ગણેશ ઉત્સવ (Anant and Radhika Ambani welcome Antilia Cha Raja) દરમિયાન મુંબઈમાં સુરક્ષા માટે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત લગભગ 15,000 પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવવાના છે. ગણેશ ચતુર્થીએ મુંબઈમાં સૌથી મોટો તહેવાર છે અને દરેક ક્ષેત્રના લોકો, સૌથી ધનિકથી લઈને ગરીબ સુધીના લોકો ઉત્સાહ સાથે ઉજવે છે.