પૅનોરમા સ્ટુડિયોઝે ૨૯ ફેબ્રુઆરીએ ૯૦૯ રૂપિયાના બજારભાવ સામે અજય દેવગનને શૅરદીઠ ૨૭૪ રૂપિયાના ભાવે એક લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે ફાળવ્યા હતા : મંગળવારે શૅરનો ભાવ ૧૦૩૩ રૂપિયા પર બંધ થયો હતો
અજય દેવગન
બૉલીવુડ સ્ટાર અજય દેવગને એન્ટરટેઇનમેન્ટ, રિયલ્ટી પછી હવે શૅરબજારમાં પદાર્પણ કર્યું છે અને પ્રથમ સોદામાં જ તગડી કમાણી કરી લીધી છે. મુંબઈ ખાતેના પૅનોરમા સ્ટુડિયોઝનો શૅર ગઈ કાલે ૧૦૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાચાર ટકા વધીને ૧૦૩૩ રૂપિયા બંધ થયો એમાં અજય દેવગનને એકાદ વીકમાં જ ૨૭૭ ટકાનું માતબર રિટર્ન મળી ગયું છે.



