Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Richard Gere Kiss Case: અશ્લિલતાના કેસમાંથી શિલ્પા શેટ્ટીને મળી મુક્તિ

Richard Gere Kiss Case: અશ્લિલતાના કેસમાંથી શિલ્પા શેટ્ટીને મળી મુક્તિ

25 January, 2022 01:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિવાદ એટલો વધી ગયો કે ઘણા મોટા શહેરોમાં શિલ્પા અને રિચર્ડ ગેર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયા. તે જ સમયે, રાજસ્થાનની સ્થાનિક અદાલતે પણ બંનેની ધરપકડનો આદેશ આપ્યો હતો. બાદમાં શિલ્પાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો

તસવીર - યોગેન શાહ

Richard Gere Kiss Case

તસવીર - યોગેન શાહ


બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને હવે મુંબઈ હાઈકોર્ટમાંથી 2007ના શિલ્પા શેટ્ટી અને અમેરિકન અભિનેતા રિચર્ડ ગેરેના (Rechard Gere) કિસ કેસને લઈને રાહત મળી છે. હાઈકોર્ટે આ કેસને માત્ર લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવીને કેસને ફગાવી દીધો હતો.

વાસ્તવમાં બંને રાજસ્થાનમાં એક ઈવેન્ટમાં ગેસ્ટ તરીકે હતા. આ દરમિયાન જ્યારે શિલ્પા રિચર્ડને સ્ટેજ પર લાવી તો રિચર્ડે તેના હાથ પર કિસ કરવાનું શરૂ કરી દીધું. પછી થોડી વાર પછી તેને ગળે લગાડ્યો અને તેના ગાલ પર જોરથી ચુંબન કરવા લાગ્યો. તે જ સમયે, રિચર્ડ અને શિલ્પાનો વીડિયો લાઈમલાઈટમાં આવ્યો છે. વિવાદ એટલો વધી ગયો કે ઘણા મોટા શહેરોમાં શિલ્પા અને રિચર્ડ ગેર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયા. તે જ સમયે, રાજસ્થાનની સ્થાનિક અદાલતે પણ બંનેની ધરપકડનો આદેશ આપ્યો હતો. બાદમાં શિલ્પાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.



મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણના જણાવ્યા અનુસાર, શિલ્પા શેટ્ટીએ આ ઘટના પછી તરત જ તેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પોલીસ રિપોર્ટ અને પ્રસ્તુત દસ્તાવેજોને ધ્યાનમાં લીધા પછી, મેજિસ્ટ્રેટ સંતુષ્ટ થયા કે શિલ્પા સામેના આરોપો પાયાવિહોણા છે અને તેથી તેણીને ગુનામાંથી મુક્ત કરવામાં આવી. આ ઘટના પછી, ત્રણ કેસ, રાજસ્થાનમાં બે અને ગાઝિયાબાદમાં એક, કલાકારો વિરુદ્ધ અશ્લીલતાના આરોપમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની તેણીની અરજીને સુપ્રીમ કોર્ટે 2017માં મંજૂરી આપી હતી.


અભિનેત્રીએ એડવોકેટ મધુકર દલવી મારફત કોડ ઑફ ક્રિમિનલ પ્રોડ્યુસરની કલમ 239 (પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ ડિસ્ચાર્જ) અને કલમ 245 (પુરાવાને ધ્યાનમાં લીધા બાદ ડિસ્ચાર્જ) હેઠળ ડિસ્ચાર્જ માટે અરજી કરી હતી. તેણે અરજીમાં જણાવાયું હતું કે તેની સામેનો આરોપ "માત્ર એ હતો કે જ્યારે તેને સહ-આરોપી રિચાર્ડ ગેરે ચુંબન કર્યું ત્યારે તેણે વિરોધ કર્યો ન હતો" આમ કરવાથી તે ગુનાનો હિસ્સો નથી બનતી. શિલ્પા ગયા વર્ષે તેના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તમામ સમાચારોમાં છવાઈ ગઈ હતી. વર્ક ફ્રન્ટ પર, શિલ્પા છેલ્લે `હંગામા 2` માં પરેશ રાવલ, મીઝાન અને પ્રણિતા સુભાષ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આગળ, તે સબ્બીર ખાનની `નિકમ્મા`માં અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK