આ ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે લોકોના અધિકાર માટે ઊભા રહેવું એ જ સાચો પ્રેમ છે.
વિરોધ-પ્રદર્શન
આખી દુનિયામાં ગઈ કાલે પ્રેમીઓએ વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી હતી ત્યારે મીરા ભાઈંદર મહાનગરપાલિકાના મુખ્યાલયમાં લોકોના અધિકાર માટે લડત ચલાવતા ઍક્ટિવિસ્ટ ઍડ્વોકેટ ક્રિષ્ના ગુપ્તા, પ્રદીપ જંગમ અને નીલેશ સાહુએ આ દિવસ અનોખી રીતે ઊજવ્યો હતો. પ્રશાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂક અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે લડત ચલાવીને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરીને પારદર્શક અને સુશાસનની માગણી સાથે તેમણે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે લોકોના અધિકાર માટે ઊભા રહેવું એ જ સાચો પ્રેમ છે.

