જતીન ગાંધીના મૃત્યુથી ઘાટકોપરના જૈન સંઘોમાં અને વર્ધમાન સંસ્કાર ધામના યુવાનોમાં ગમગીની છવાઈ ગઈ હતી
જતીન ગાંધી
ઘાટકોપરના જૈન સંઘોના સક્રિય કાર્યકર, વર્ધમાન સંસ્કાર ધામના વરિષ્ઠ યુવાન કાર્યકર અને જૈનાચાર્ય ચંદ્રશેખર મહારાજસાહેબના ભક્ત ૪૫ વર્ષના જતીન ગાંધીનું ગઈ કાલે અચાનક હાર્ટ અટૅક આવતા અવસાન થયું હતું. જતીન ગાંધીના મૃત્યુથી ઘાટકોપરના જૈન સંઘોમાં અને વર્ધમાન સંસ્કાર ધામના યુવાનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
જતીન ગાંધી ઘણા સમયથી દીક્ષાના ભાવ સાથે તેમનાં માતા-પિતાની સેવા કરતા હતા. તેમની એકની એક દીકરીએ દીક્ષા લીધી છે. જતીનભાઈ લોખંડ બજારમાં દલાલી કરતા હતા.

