અંધેરી-વેસ્ટના લોખંડવાલાથી લઈને પવઈમાર્ગે છેક વિક્રોલી-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસવે સુધી દોડનારી મેટ્રો-૬ના કોચ (ડબ્બા) માટે હવે નવેસરથી ૨૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મેટ્રો-૬
અંધેરી-વેસ્ટના લોખંડવાલાથી લઈને પવઈમાર્ગે છેક વિક્રોલી-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસવે સુધી દોડનારી મેટ્રો-૬ના કોચ (ડબ્બા) માટે હવે નવેસરથી ૨૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
લોખંડવાલાથી વિક્રોલી-ઈસ્ટ સુધી એલિવેટેડ રૂટ પર દોડનારી ૧૫.૩૧ કિલોમીટર લાંબી મેટ્રો-૬ ૬૧૭૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવાની છે. આ રૂટ પર કુલ ૧૩ સ્ટેશન આવવાનાં છે અને એ માટેના ૭૬૯ પિલર પણ ઊભા થઈ ગયા છે. આ રૂટ પર કુલ ૧૮ ટ્રેન દોડવાની છે, જેના માટે ૧૦૮ ડબ્બા ખરીદવા પડશે. મૂળમાં ગયા વર્ષે જ એ ડબ્બાની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે એ વખતે એ ટેન્ડરમાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીની કેટલીક ગાઇડલાઇનનો સમાવેશ થઈ શક્યો નહોતો. એથી હવે ફરી એ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ વખતના ટેન્ડરમાં એ કોચમાં સેન્ટ્રલ કન્ટ્રોલ યુનિટને જોડતી સિસ્ટમ, સિગ્નલને અનુરૂપ સિસ્ટમ અને કમ્યુનિકેશન સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એથી હવે એ કોચ વધુ ઍડ્વાન્સ સુવિધા અને સુરિક્ષતતાવાળા બનશે. વળી મેટ્રો-૬નો ડેપો કાંજુરમાર્ગમાં બનવાનો છે, એ માટેની મશીનરીનો પણ આ ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ હવે મેટ્રોના જે ડબ્બા આવશે એ વધુ આધુનિક અને ટેક્નૉલૉજીમાં ઍડ્વાન્સ હશે, જેથી મુંબઈગરાનો પ્રવાસ વધુ સુરક્ષિત અને આરામદાયક બની શકશે.


