ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.
આગની ઘટના
પુણેમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. એક સ્કૂલ-બસમાં આગ લાગતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.
બસમાં આગ લાગવાની આ ઘટના ગઈ કાલે પુણેના ખરડીના તુળજાભવાની નગરમાં બપોરે ૨.૪૫ વાગ્યે બની હતી. બસનો ડ્રાઇવર બાળકોને ઘરે પાછાં છોડી રહ્યાં હતો ત્યારે બસમાંથી ધુમાડો નીકળવા માંડતાં ડ્રાઇવરે તરત જ બસ ઊભી રાખી દીધી હતી અને વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારીને દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે જોયું કે બસમાં આગ લાગી છે એટલે તેણે ફાયર-એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી નહોતી. એ પછી ફાયર-બ્રિગેડે પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ૧૫ બાળકોના જીવ બચી ગયા હતા.