° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ગોરેગામમાં ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટની બૅગ પોલીસે તાત્કાલિક શોધી કાઢી

19 November, 2019 02:05 PM IST | Mumbai

ગોરેગામમાં ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટની બૅગ પોલીસે તાત્કાલિક શોધી કાઢી

વનરાઈ પોલીસની ટીમે ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટની બૅગ કલાકોની અંદર શોધી કાઢી હતી.

વનરાઈ પોલીસની ટીમે ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટની બૅગ કલાકોની અંદર શોધી કાઢી હતી.

ગોરેગામમાં એક એક્ઝિબિશન સેન્ટરમાં ઑસ્ટ્રેલિયાથી એક આર્કિટેક્ટ જોડાવા આવ્યો હતો, પરંતુ ટૅક્સીમાં પ્રવાસ કરતી વખતે લાખો રૂપિયાનો સામાન ધરાવતી બૅગ તે ટૅક્સીમાં જ ભૂલી ગયો હતો. આથી આર્કિટેક્ટ ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો અને તેણે પોલીસની મદદ માગી હતી. આથી પોલીસે પણ સતર્કતા દેખાડી અને તાત્કાલિક તેની લાખો રૂપિયાનો સામાન ધરાવતી બૅગને શોધી કાઢી એને સુપરત કરતાં આર્કિટેક્ટ ખૂબ જ આનંદિત થઈ ગયો હતો.

આ બનાવ વિશે માહિતી આપતાં વનરાઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈસ્પેક્ટર ગિતેન્દ્ર ભાબસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૫ નવેમ્બરના અૅડમ જૅક્સન નામના ઑસ્ટ્રેલિયામાં રહેતાં એક નિવાસીએ વનરાઈ પોલીસ સ્ટેશનમાં પોતાની બૅગ વિશે ફરિયાદ નોંધાવી હતી. તેણે કોલાબાથી ટૅક્સી પકડી હતી અને ગોરેગામ-ઈસ્ટમાં આવેલી હોટેલમાં ઉતર્યો હતો. એથી અમે કોલાબાના ટૅક્સી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. તેમ જ ગોરેગામની હોટેલના સીસીટીવી કૅમેરા પણ તપાસ કર્યા હતા. કૅમેરાના ફુટેજમાં ટૅક્સી અને તેના નંબર દેખાઈ આવ્યા હતા. એથી પોલીસે ટૅક્સીના નંબર પરથી ટૅક્સી વિશે બધી માહિતી ભેગી કરી હતી. જો કે માહિતીમાં ડ્રાઈવરનું એડ્રેસ મળ્યું હતું અને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યાં ડ્રાઈવર ટ્રેસ થયો નહોતો.

એથી પોલીસની ટીમે કોલાબા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. કોલાબા પોલીસની મદદથી અમે ડ્રાઈવરને ટ્રૅસ કરી શક્યા હતા. પોલીસે ડ્રાઈવર પાસેથી મળેલી બૅગમાંથી ૧૦ લાખ ૬૫ હજાર રૂપિયાની કિંમતનો સામાન જેમાં લૅપટૉપ, કૅમેરા, લૅન્સ, રોસ કંપનીની ઘડિયાળ મળી આવી હતી. બૅગ શોધીને એડમ જૅક્સનને પાછી આપતાં તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો.’

19 November, 2019 02:05 PM IST | Mumbai

અન્ય લેખો

મુંબઈ સમાચાર

અજિત પવાર કરશે મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર ફ્લાયઓવર્સ બનાવવા ગડકરી સાથે વાત

જિલ્લામાં વિવિધ પટ્ટા પર ફ્લાયઓવર્સ બાંધવાની સંભવિતતા વિશે હું ગડકરીસાહેબ સાથે વાત કરીશ, જેથી પૂરની સ્થિતિમાં (મુંબઈ) પુણે- બૅન્ગલોર હાઇવે પર વાહનોની અવરજવરમાં વિક્ષેપ ન સર્જાય.’

28 July, 2021 11:16 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

પૂર અટકાવવા નદીકિનારે ૧,૬૦૦ કરોડ ખર્ચીને ભીંત બાંધવાની સરકારની યોજના

વળી આ ભીંત બાંધવા ૧૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે એમ જણાવાયું છે. આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાય એવી પૂરી શક્યતા છે. 

28 July, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

પૈસાના ચક્કરમાં તમારી ઇજ્જત પણ ખોઈ બેઠો, હવે તમારા માટે હું જીવતો નથી રહ્યો

પપ્પાને આવો મેસેજ કર્યા પછી વિલે પાર્લેનો ૨૭ વર્ષનો ગુજરાતી યુવાન શુક્રવારથી મિસિંગ

28 July, 2021 09:34 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK