ઇતિહાસના સૌથી કલંકિત હુમલા તરીકે ઓળખાતા આ હુમલાની ૮૦મી વરસી નિમિત્તે નૅશનલ સર્વિસ સ્કીમ (NSS)ના વિદ્યાર્થીઓએ વિશ્વમાં શાંતિ ફેલાય એવો સંદેશ પાઠવ્યો હતો
૬૦૦+ વિદ્યાર્થીઓ એકસૂરે બોલ્યા : બૉમ્બ નહીં, શાંતિ જોઈએ
૧૯૪૫ની ૬ ઑગસ્ટે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જપાનનાં બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ફેંક્યા હતા, જેને કારણે આ બન્ને શહેર નેસ્તનાબૂદ થઈ ગયાં હતાં. ઇતિહાસના સૌથી કલંકિત હુમલા તરીકે ઓળખાતા આ હુમલાની ૮૦મી વરસી નિમિત્તે નૅશનલ સર્વિસ સ્કીમ (NSS)ના વિદ્યાર્થીઓએ વિશ્વમાં શાંતિ ફેલાય એવો સંદેશ પાઠવ્યો હતો. આઝાદ મેદાન ખાતે NSSના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ શાંતિ રૅલીનું આયોજન કર્યું હતું. એમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ ‘નો બૉમ્બ, પીસ યસ’ તેમ જ ‘વૉર નહીં, શિક્ષા ચાહિએ’, ‘બમ નહીં, રોટી ચાહિએ’ જેવાં સૂત્રો ફેસ પર પેઇન્ટ કરીને વિશ્વનો યુવા વર્ગ શું ઇચ્છે છે એની શાંતિથી રજૂઆત કરી હતી. તસવીરો : શાદાબ ખાન


