ઉલ્હાસનગર પોલીસે એ છએ છ આરોપીને ઝડપી લીધા છે અને હવે પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે બાળકીનાં માતા-પિતાએ તેને કયાં કારણોસર વેચી નાખી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગરમાં માત્ર ૬ દિવસની બાળકીને તેનાં મા-બાપ દ્વારા જ ૯૦,૦૦૦ રૂપિયામાં વેચી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. બાળકીનાં દાદીએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બાળકીનાં મા-બાપ, તેને ખરીદનાર દંપતી અને અન્ય બે મિડલમેનની ભૂમિકા ભજવનાર મહિલાઓની ધરપકડ કરી છે.
આ બાળકીનો જન્મ બાવીસમી જાન્યુઆરીએ થયો હતો. તેનાં માતા-પિતા સુજાતા અને વિશાલ ગાયકવાડે ૯૦,૦૦૦ રૂપિયામાં તેનો સોદો નૂરજહાં ગુલામ શેખ અને ગુલામ મુસ્તફા શેખ દંપતી સાથે કરી નાખ્યો હતો જેમાં બે મહિલાઓએ એજન્ટ (મિડલમેન)ની ભૂમિકા ભજવી હતી. ઉલ્હાસનગર પોલીસે એ છએ છ આરોપીને ઝડપી લીધા છે અને હવે પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે બાળકીનાં માતા-પિતાએ તેને કયાં કારણોસર વેચી નાખી હતી.


