પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનથી રાજ્ય સરકારને વર્ષ ૨૦૨૩-’૨૪માં આટલી મહેસૂલી આવક થઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વર્ષ ૨૦૨૩-’૨૪માં મોટી સંખ્યામાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન થવાથી રાજ્ય સરકારનો ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની મહેસૂલી આવકનો ટાર્ગેટ પૂરો થયો છે. સરકારી આંકડા મુજબ ૩૧ માર્ચ સુધીમાં રાજ્યમાં ૨૯.૨ લાખ દસ્તાવેજ રજિસ્ટર થયા હતા અને એમાંથી સરકારને ૫૦,૧૪૨.૮ કરોડ રૂપિયાની મહેસૂલી આવક મળી છે. પહેલાં ટાર્ગેટ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો હતો, પણ પછી વધારીને ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો.
માર્ચના છેલ્લા ૩ દિવસમાં ૧૧૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી અને આ માટે ૨૯, ૩૦ અને ૩૧ માર્ચે રજિસ્ટ્રેશન ઑફિસો ખુલ્લી રાખવામાં આવી હતી. આ ત્રણ દિવસમાં કુલ ૨૪,૧૧૨ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થયું હતું.