વર્લ્ડ બીચ ક્લીનઅપ ડે નિમિત્તે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ બીચ-સફાઈ માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું
૫૦૦૦ લોકોએ મળીને બીચ પરથી ૩૫ ટન કચરો બહાર કાઢીને દરિયાકિનારાને સ્વચ્છ બનાવ્યો હતો.
વર્લ્ડ બીચ ક્લીનઅપ ડે નિમિત્તે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ બીચ-સફાઈ માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. વસઈ-વેસ્ટમાં સુરુચિ સમુદ્રકિનારા પર ૫૦૦૦ કાર્યકરોએ સફાઈ કરી હતી. એમાં VVMCના ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણપ્રેમીઓ, પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત સ્કૂલો-કૉલેજોના વિદ્યાર્થીઓ, ટીચર્સ, સ્થાનિક લોકોએ મેકિંગ ધ ડિફરન્સ ચૅરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બીચની સફાઈમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ૫૦૦૦ લોકોએ મળીને બીચ પરથી ૩૫ ટન કચરો બહાર કાઢીને દરિયાકિનારાને સ્વચ્છ બનાવ્યો હતો.


