ફરિયાદી લાંચ આપવા નહોતા માગતા એટલે તેમણે ACBમાં ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
ધોબી તળાવમાં આવેલી સ્મૉલ કૉઝિસ કોર્ટના વિશાલ ચંદ્રકાન્ત સાવંત નામના ૪૩ વર્ષના કર્મચારીની મુંબઈ પોલીસના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ ગઈ કાલે ૨૫ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી હતી. ACBના અધિકારીના જણાવ્યા મુજબ વરલીમાં હોટેલ ધરાવતા ૬૬ વર્ષના ફરિયાદીનો કેસ હોટેલની જમીનની માલિકીના અધિકાર બાબતે ધોબી તળાવમાં આવેલી સ્મૉલ કૉઝિસ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસ ફાઇનલ સ્ટેજ પર છે એટલે આરોપીએ ફરિયાદીને કોર્ટનો ચુકાદો તેની તરફેણમાં આપવા માટે ૨૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા નહોતા માગતા એટલે તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. આથી છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીએ લાંચ સ્વીકારી ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.