મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલ બાંધકામ અપડેટ્સ
વિક્રોલી ખાતે શાફ્ટ પાઇલિંગનું કાર્ય ૧૦૦ ટકા પૂરું થયું એ સાથે સાત કિલોમીટર લાંબી સમુદ્ર હેઠળની ટનલ સહિત ૨૧ કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું છે જે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક હિસ્સો છે. બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ અને ઘનસોલીની સામસામી દિશામાં આ શાફ્ટનો ઉપયોગ બે ટનલના બોરિંગ મશીન માટે કરવામાં આવશે. બીકેસી અને કલ્યાણ નજીક શીલફાટા ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનો માટે ટનલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ભૂગર્ભમાં અને સમુદ્ર હેઠળ દેશની આ સૌપ્રથમ ટનલ છે.