સિંગલ સ્ક્રીનની આજથી શરૂ થનારી હડતાળ મોકૂફ : હવે દિવાળીમાં
સિંગલ સ્ક્રીન થિયેટર ઓનર્સ અસોસિએશનના પદાધિકારીઓ સાથે થયેલી વાતચીતમાં સરકારે તેમની તમામ માગણીઓ પર વિચાર કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. સિંગલ સ્ક્રીન ટૉકીઝ માલિકોને ગ્રાન્ટ આપવામાં આવે, મનોરંજન તેમ જ અન્ય કરોમાં છૂટછાટ તથા ટૉકીઝના રીડેવલપમેન્ટ મામલે સરકારનાં કડક ધોરણો શિથિલ કરવામાં આવે એવી માગણીઓ કરવામાં આવી છે.