Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન ઝિંદાબાદ પોસ્ટ કરવા બદલ પુણેની એન્જિનિયરિંગ કૉલેજની સ્ટુડન્ટની ધરપકડ

પાકિસ્તાન ઝિંદાબાદ પોસ્ટ કરવા બદલ પુણેની એન્જિનિયરિંગ કૉલેજની સ્ટુડન્ટની ધરપકડ

Published : 10 May, 2025 10:43 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી ખતીજા શેખ કોઈ ભારતવિરોધી સંગઠન સાથે સંકળાયેલી છે કે કેમ એની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે ભારતમાં રહીને આપણા દુશ્મન દેશ પાકિસ્તાનના કેટલાક ચાહકો સોશ્યલ મીડિયામાં સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. પુણેની એક એન્જિનિયરિંગ કૉલેજની ૧૯ વર્ષની સ્ટુડન્ટ ખતીજા શેખે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાકિસ્તાન ઝિંદાબાદ લખવા ઉપરાંત વાંધાજનક ટિપ્પણી કરી હોવાનું ધ્યાનમાં આવતાં પુણે પોલીસે આ સ્ટુડન્ટની ગઈ કાલે ધરપકડ કરી હતી.


પુણે પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ઝોન પાંચ) રાજકુમાર શિંદેએ કહ્યું હતું કે ‘સકલ હિન્દુ સમાજના કાર્યકરોએ પોલીસને જાણ કરી હતી કે ખતીજા શેખ નામની એન્જિનિયરિંગમાં ભણી રહેલી સ્ટુડન્ટે પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત વિશે વાંધાજનક ટિપ્પણી કરતી પોસ્ટ તેના સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં કરી છે. અમે તરત જ ખતીજા શેખનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કર્યું હતું, જેમાં તેણે ભારતવિરોધી ટિપ્પણી કરી હોવાનું જણાતાં તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨, ૧૯૬, ૨૯૯ અને ૩૫૨ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. આરોપી ખતીજા શેખ કોઈ ભારતવિરોધી સંગઠન સાથે સંકળાયેલી છે કે કેમ એની પૂછપરછ કરવામાં આવી રહી છે.’



CAની એક્ઝામ પોસ્ટપોન થઈ


ભારત–પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા જંગને લીધે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ તેમની એક્ઝામ પોસ્ટપોન કરી છે. ૯થી ૧૪ મે દરમ્યાન યોજાનારી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વૉલિફિકેશન કોર્સ એક્ઝામિનેશન્સ (ઇન્ટરનૅશનલ ટૅક્સેશન અસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) ૨૦૨૫ પોસ્ટપોન કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2025 10:43 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK