પોલીસે કૅમેરા અને બીજી શૂટિંગને લગતી સામગ્રી પણ જપ્ત કરી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ નજીક આવેલા હિલ-સ્ટેશન લોનાવલામાં બંગલો ભાડે રાખીને એમાં પૉર્ન વિડિયો તૈયાર કરીને એને ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર રજૂ કરવાનું એક કૌભાંડ પુણે ગ્રામીણ પોલીસે પકડી પાડ્યું છે અને આ કેસમાં પાંચ મહિલા સહિત ૧૩ જણની ધરપકડ કરી હતી. પોલીસે કૅમેરા અને બીજી શૂટિંગને લગતી સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસને ઘણા અશ્લીલ વિડિયો પણ મળી આવ્યા છે.
કેટલાક યંગસ્ટરોએ લોનાવલામાં મોટી સંખ્યામાં બંગલા ભાડે લીધા હતા. એમાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં છોકરા-છોકરીઓને જોઈને કોઈકે પોલીસને અલર્ટ કરી દીધી હતી. પોલીસે આ બંગલાઓ પર જ્યારે રેઇડ પાડી ત્યારે આ યંગસ્ટર્સ વિડિયો બનાવી રહ્યા હોવાનું જણાયું હતું. પોલીસે એવો દાવો કર્યો હતો કે આ છોકરા-છોકરીઓને વેબ-સિરીઝ અને વિવિધ પ્લૅટફૉર્મ પર રજૂ થતી સિરીઝમાં ઍક્ટિંગ કરવાનું પ્રલોભન આપીને અહીં લાવવામાં આવ્યાં હતાં.

