Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એપ્રિલથી સેન્ટ્રલ રેલવેમાં AC લોકલની રોજની ૧૦૦+ સર્વિસ

એપ્રિલથી સેન્ટ્રલ રેલવેમાં AC લોકલની રોજની ૧૦૦+ સર્વિસ

Published : 18 March, 2026 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે AC લોકલમાં નિયમિત પ્રવાસ કરનારાઓનું કહેવું છે કે રેલવે તરફથી પંક્ચ્યુઅલિટી જળવાવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્ટ્રલ રેલવેમાં નવી ઍર-કન્ડિશન્ડ (AC) રેક એપ્રિલ મહિનાના અંત સુધીમાં આવી જશે, એ પછી સેન્ટ્રલ રેલવે રોજની ૧૦૦ AC સર્વિસિસ દોડાવી શકાશે એમ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું છે. નવી રેક આવ્યા પછી રોજની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કલ્યાણ વચ્ચે ૧૨-૧૪ વધારાની સર્વિસ દોડાવશે જેના પગલે અત્યારે રોજની ૯૪ ટ્રિપ થાય છે એ વધીને ૧૦૦ની ઉપર પહોચી  જશે. વળી આ નવી રેક પણ એ સમયે આવી રહી છે જ્યારે મુંબઈમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને નૉન-AC ટ્રેનમાં પ્રવાસ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. પ્રવાસીઓ ભાડું વધારે હોવા છતાં પણ હવે AC લોકલમાં પ્રવાસ કરવાનું પ્રિફર કરી રહ્યા છે. જોકે AC લોકલમાં નિયમિત પ્રવાસ કરનારાઓનું કહેવું છે કે રેલવે તરફથી પંક્ચ્યુઅલિટી જળવાવી જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK