પ્રકાશનો તહેવાર દિપાવલીએ ન્યુયોર્ક સિટીમાં શાળાઓમાં રજા આપવામાં આવશે. ન્યૂ યોર્કવાસીઓ અંધકાર પર પ્રકાશની જીતની યાદમાં દિવાળી ઉજવે છે. રાજ્યના ધારાશાસ્ત્રીઓએ તાજેતરમાં તેને રજા તરીકે જાહેર કરતો કાયદો ઘડ્યો હતો. મેયર એરિક એડમ્સે આ ગૌરવપ્રદ ક્ષણને સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર જીત ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે મેયર એરિક એડમ્સે ઓક્ટોબર 2023ના રોજ દિવાળીના મહત્વ વિશે વાત રજૂ કરી હતી. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, 2023ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે શાળામાં એક દિવસની રજા આપવામાં આવશે.

















