વિશ્વ બૅન્કે ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનને પત્ર લખીને એનાં જૂનાં ખાતાં ક્લિયર કરવા જણાવ્યું હતું એટલું જ નહીં, આ પત્રમાં વિશ્વ બૅન્કે પાકિસ્તાનને ૩૦ મે સુધીની સમયમર્યાદા આપીને લોન ચૂકવવા માટે અલ્ટિમેટમ આપ્યું
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનને વિશ્વ બૅન્કે મોટો ઝટકો આપ્યો છે. વિશ્વ બૅન્કે ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનને પત્ર લખીને એનાં જૂનાં ખાતાં ક્લિયર કરવા જણાવ્યું હતું એટલું જ નહીં, આ પત્રમાં વિશ્વ બૅન્કે પાકિસ્તાનને ૩૦ મે સુધીની સમયમર્યાદા આપીને લોન ચૂકવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ભારત સાથેના તાજેતરની યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ છે. એવી સ્થિતિમાં પાકિસ્તાન પાસે હવે વિશ્વ બૅન્ક સમક્ષ હાથ જોડીને વિનંતી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.


