UKમાં છેલ્લાં ૧૪ વર્ષથી કન્ઝર્વેટિવ્સની સરકાર છે.
રિશી સુનક
યુનાઇટેડ કિંગડમ (UK)માં નવી સરકાર કોણ બનાવશે એને માટે લોકોએ ગઈ કાલે મતદાન કર્યું હતું. હાઉસ ઑફ કૉમન્સમાં ૬૫૦ મેમ્બર્સ ઑફ પાર્લમેન્ટ (MP) અને નવી સરકારને ચૂંટી કાઢવા માટે યોજાયેલી આ ચૂંટણીમાં લેબર પાર્ટીનું પલડું ભારે હોવાનું ઓપિનિયન પોલમાં બહાર આવ્યું છે. અત્યારના UKના પ્રાઇમ મિનિસ્ટર ભારતીય મૂળના રિશી સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના છે. UKમાં છેલ્લાં ૧૪ વર્ષથી કન્ઝર્વેટિવ્સની સરકાર છે.
રિશી સુનક ચૂંટણીપ્રચાર દરમ્યાન મતદારોને રીઝવવા સતત કહેતા આવ્યા છે કે જો લેબર પાર્ટી સત્તા પર આવશે તો ટૅક્સ વધી જશે. જ્યારે લેબર પાર્ટીએ બદલાવ માટે મત આપવાનું આહવાન કર્યું હતું. જો ઓપિનિયન પોલ મુજબ લેબર પાર્ટી ચૂંટણી જીતશે તો કીર સ્ટાર્મર UKના નવા વડા પ્રધાન બનશે.

