તેમણે કહ્યું હતું કે ‘અમે જિયોપૉલિટિકલ દુશ્મનાવટમાં પડવા માગતા નથી.
અનુરુ કુમારા દિસાનાયકે
શ્રીલંકાના નવનિર્વાચિત પ્રમુખ અનુરુ કુમારા દિસાનાયકેએ પાડોશી દેશો ભારત અને ચીન સાથેના સંબંધો વિશે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે મારે બે દેશ વચ્ચે સૅન્ડવિચ બનવું નથી.
રાનિલ વિક્રમસિંગેના સ્થાને રવિવારે તેમને શ્રીલંકાના નવા પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક મૅગેઝિનને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ‘અમે જિયોપૉલિટિકલ દુશ્મનાવટમાં પડવા માગતા નથી. અમે અમારા પાડોશી ભારત અને ચીન વચ્ચે સુમેળ સંબંધો જાળવીશું. આવી રાજકીય લડાઈમાં અમારે કોઈ એક દેશ સાથે રહેવું નથી, ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે અમારે સૅન્ડવિચ થવું નથી. બન્ને દેશ અમારા મિત્ર છે.’