આ કંપનીએ જાહેર કરવું પડ્યું હતું કે અત્યારનો બધો સ્ટૉક પતી ગયો છે અને હવે અમે પ્રીઑર્ડર લઈ રહ્યા છીએ.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શૅર કરેલી તસવીર
ગયા વીક-એન્ડમાં જ્યારે વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમનાં વાઇફને પકડીને અમેરિકા લઈ આવ્યું ત્યારે એક અનોખી સર્ચ ગૂગલને ઘેરી વળી હતી. એ સર્ચ હતી માદુરો નાઇકી. આ સર્ચનું કારણ એ હતું કે નિકોલસ માદુરોની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શૅર કરેલી તસવીર. આ તસવીરમાં વેનેઝુએલાના લાંબાચોડા રાષ્ટ્રપતિ હાથકડી અને આંખ પર પાટા બાંધેલા જોવા મળે છે, પણ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું તેમણે પહેરેલા નાઇકી કંપનીના ટ્રૅકસૂટે. નિકોલસ માદુરોએ XXXL સાઇઝનો ગ્રે રંગનો ટ્રૅકસૂટ પહેર્યો હતો. એ ફોટો વાઇરલ થયો એની ગણતરીની મિનિટોમાં એક તરફ ગૂગલ પર આ ટ્રૅકસૂટ માટે સર્ચ વધી ગઈ તો બીજી તરફ જ્યાં-જ્યાં અવેલેબલ હતો ત્યાંથી આ સૂટ ટપોટપ ઊપડી પણ ગયો. અહેવાલો એવા મળ્યા છે કે ૧૪૦ ડૉલરની કિંમતનું જૅકેટ અને ૧૨૦ ડૉલરનું પૅન્ટ ધરાવતા આ ટ્રૅકસૂટમાં XXXL સાઇઝ ટોટલી સોલ્ડઆઉટ થઈ ગઈ છે. એટલું જ નહીં, નિકોલસ માદુરોનો બન્ને હાથના અંગૂઠા બતાવીને પોઝ આપતો બીજો ફોટો પણ વાઇરલ થયો છે. એમાં જે બ્લુ હૂડી પહેરેલી છે એની કંપનીને પણ આ ટ્રેન્ડનો લાભ મળ્યો અને તેમનાં બધાં હૂડી વેચાઈ ગયાં. આ કંપનીએ જાહેર કરવું પડ્યું હતું કે અત્યારનો બધો સ્ટૉક પતી ગયો છે અને હવે અમે પ્રીઑર્ડર લઈ રહ્યા છીએ.


