Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ R ફોર્ડ રેકૉર્ડ ૩૦૯ દિવસ પછી અમેરિકા પાછું ફરશે

વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ R ફોર્ડ રેકૉર્ડ ૩૦૯ દિવસ પછી અમેરિકા પાછું ફરશે

Published : 01 May, 2026 08:59 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જહાજ ગયા વર્ષે ૨૪ જૂને નેવલ સ્ટેશન નોર્ફોકથી યુરોપ જવા માટે રવાના થયું હતું

તસવીર સૌજન્યઃ એપી

તસવીર સૌજન્યઃ એપી


વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ R ફોર્ડ ૩૦૯ દિવસની રેકૉર્ડબ્રેક જમાવટ પછી મિડલ ઈસ્ટ છોડવાની તૈયારી કરી રહ્યું છે જે કોઈ પણ આધુનિક અમેરિકન યુદ્ધજહાજે દરિયામાં સતત વિતાવેલા સૌથી લાંબા સમય સુધી રહ્યું છે. ગેરાલ્ડ ફોર્ડ મે મહિનાના મધ્યમાં વર્જિનિયાના નેવલ સ્ટેશન નોર્ફોકના એના હોમ-બંદર પર પાછું ફરે એવી અપેક્ષા છે.

આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ જહાજે ઈરાન સામેના યુદ્ધ અને વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડમાં ભાગ લીધો હતો. મિડલ ઈસ્ટમાં બે અમેરિકન યુદ્ધજહાજો USS અબ્રાહમ લિન્કન અને USS જ્યૉર્જ એચ. ડબલ્યુ. કાર્યરત છે જે ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધીને અમલમાં મૂકવા માટે અરબી સમુદ્રમાં કાર્યરત છે.’



ગેરાલ્ડ ફોર્ડ કઠોર સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જહાજ વારંવાર યાંત્રિક સમસ્યાઓ અને ઘસારાનો અનુભવ કરી રહ્યું છે જેને બંદરે પાછું ફર્યા પછી વ્યાપક સમારકામ અને જાળવણીની જરૂર પડશે. અગાઉ લૉન્ડ્રી રૂમમાં લાગેલી આગથી એને નુકસાન થયું હતું અને કેટલાક ખલાસીઓ ઘાયલ થયા હતા.


આ જહાજ ગયા વર્ષે ૨૪ જૂને નેવલ સ્ટેશન નોર્ફોકથી યુરોપ જવા માટે રવાના થયું હતું. ત્યાર બાદ ટ્રમ્પ પ્રશાસને એને ઍટલાન્ટિક પાર કરીને કૅરિબિયન જવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાં એણે વેનેઝુએલાના તેલનિકાસ પર અમેરિકાની નાકાબંધી અને જાન્યુઆરીમાં પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડમાં મદદ કરી હતી. સામાન્ય રીતે જહાજોને એના મેઇન્ટેનન્સના સમયપત્રકને જાળવી રાખવા માટે ૬ કે ૭ મહિના માટે દરિયામાં તહેનાત કરવામાં આવે છે. જોકે ગેરાલ્ડ R ફોર્ડ ૧૦ મહિનાથી વધુ સમયથી તહેનાત છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 08:59 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK