ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનની સેનાની ‘સફાઈ’ થઈ ગઈ, નોકાદળ અને ઍરફોર્સ પણ બચ્યાં નથી, ટોચના નેતાઓ પણ જીવિત નથી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને તેહરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે એવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ૯૦ ટકા ખતમ થઈ ગયા છે અને ઈરાને એની ઘણીબધી લશ્કરી ક્ષમતા ગુમાવી દીધી છે. ટ્રમ્પનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે પિતાના અંતિમ સંસ્કારમાં મોજતબા ખામેનેઈની ગેરહાજરી રહી હતી. એક ન્યુઝ-ચૅનલ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘તેમની પાસે કોઈ નૌકાદળ નથી, કોઈ વાયુસેના નથી. બધું જ નષ્ટ થઈ ગયું છે. તેમની ઍર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. તેમના શ્રેષ્ઠ નેતાઓ માર્યા ગયા છે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. તેમનો પુત્ર અને ઈરાનના વર્તમાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ૯૦ ટકા ખતમ થઈ ગયો છે.’
અમેરિકા અને તેહરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે એવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ૯૦ ટકા ખતમ થઈ ગયા છે અને ઈરાને એની ઘણીબધી લશ્કરી ક્ષમતા ગુમાવી દીધી છે. ટ્રમ્પનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે પિતાના અંતિમ સંસ્કારમાં મોજતબા ખામેનેઈની ગેરહાજરી રહી હતી.
ADVERTISEMENT
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં ૧૩ ભારતીયોનાં મોત
ઈરાન-અમેરિકા વચ્ચે ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે શિપિંગ અને ખલાસીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. સરકારી સૂત્રો અનુસાર ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગલ્ફ ક્ષેત્રમાં કુલ ૧૩ ભારતીય નાગરિકોનાં મોત થયાં છે અને ૩ લોકો હજી પણ ગુમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં બે વ્યાપારિક જહાજો પર થયેલા હુમલાને લઈને ભારત અત્યંત ચિંતિત છે. આ બન્ને જહાજો પર કુલ ૩૦ ભારતીય ખલાસીઓ સવાર હતા. એમાંથી ૧૨ ક્રૂ-મેમ્બર્સવાળા એક જહાજ પર ૧ ભારતીય ખલાસીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૮ ભારતીયો સવાર હતા એ બીજા જહાજ પર ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત અત્યંત નાજુક છે.
