Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય વિદ્યાર્થિનીનાં મોતની મજાક ઉડાવી ખડખડાટ હસવા લાગ્યો અમેરિકન પોલીસ ઑફિસર, પછી...

ભારતીય વિદ્યાર્થિનીનાં મોતની મજાક ઉડાવી ખડખડાટ હસવા લાગ્યો અમેરિકન પોલીસ ઑફિસર, પછી...

13 September, 2023 05:46 PM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકામાં પેટ્રોલિંગ કરી રહેલા વાહનની ટક્કર લાગવાને કારણે ભારતીય વિદ્યાર્થિની મૃત્યુ પામી હતી. આ મામલે એક યુએસ પોલીસ અધિકારીએ મજાક ઉડાવી હતી અને હસવા લાગ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહેલા વાહનની ટક્કર લાગવાને કારણે મૂળ ભારતની એક વિદ્યાર્થિનીનું મોત (Indian Student Death) નીપજ્યું હતું. આ કેસમાં એક ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે કે એક અધિકારી હસતો જોવા મળી રહ્યો હતો. એકબાજુ જ્યાં ભારતીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું ત્યાં આ વાતને લઈને અધિકારી મજાક કરી રહ્યો હતો. 

હવે આ મામલે સિએટલ પોલીસ યુનિયનના નેતાઓ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ સોમવારે જારી વીડિયોમાં ઓફિસર ડેનિયલ ઓર્ડેરરને ગ્રેજ્યુએટ વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાને લગતી ઘટના (Indian Student Death) અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે. ક્લિપમાં સ્પષ્ટપણે દેખાય છે કે સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ ઓર્ડેરરે  ગિલ્ડના પ્રમુખ સાથેના કૉલમાં "તે મરી ગઈ છે" એમ કહ્યું છે. તેઓએ આ કહ્યું તો ખરું પણ આટલું કહ્યા પછી તેઓ હસી રહ્યા હતા. તે હસે છે અને સાથે કહે છે કે, "હા, ફક્ત એક ચેક લખો, અગિયાર હજાર ડોલર" સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC) દ્વારા વીડિયો જાહેર થયા બાદ સોમવારે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઓર્ડેરર અને તેના સાથીદાર વચ્ચેની વાતચીતને આઘાતજનક અને ખૂબ જ ધૃણા ઉપજાવે એવી કહેવામાં આવી છે. 


આ સાથે જ સીપીસીએ જણાવ્યું હતું કે, "આ એજ સિએટલના લોકો છે જેઓ ઉપર તો વિવિધ સમુદાય સાથે વિશ્વાસ કેળવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. આને આ જવાબદારી પોલીસ વિભાગથી પણ બે ડગલાં આગળની છે. 

આ સાથે જ સીએટલ પોલીસ વિભાગે આ વીડિયો રિલીઝ કરીને જણાવ્યું છે કે જ્યાં સુધી પોલીસ એકાઉન્ટેબિલિટી ઓફિસ આ ઘટના અંગે તેની તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ આ બાબતે ટિપ્પણી કરશે નહીં. ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થિનીનું મોત (Indian Student Death) થયું હતું તે મૂળ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાની હતી. આ વિદ્યાર્થિની કંડુલાનું સાઉથ લેક યુનિયનમાં સિએટલ પોલીસ પેટ્રોલિંગના વાહનનો ધક્કો લાગવાથી મોત (Indian Student Death) નીપજ્યું હતું. સિએટલ પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસયુવી ચલાવતો અધિકારી ડેક્સ્ટર એવન્યુ નોર્થ પર ઉત્તર તરફ મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે તે સિએટલ ફાયર વિભાગને કોઈક ઇમરજન્સી કોલનો જવાબ આપી રહ્યો હતો. 


આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થિની પગપાળા ક્રોસવોકમાં પૂર્વથી પશ્ચિમ તરફ ચાલી રહી હતી ત્યારે તેને વાહને ટક્કર (Indian Student Death) મારી હતી. શરૂઆતમાં, ઓર્ડેરરે અહેવાલ આપ્યો હતો કે અધિકારી તેની કાર 50 એમપીએચ પર ચલાવી રહ્યો હતો અને તે નિયંત્રણની બહાર ન હતો. જો કે, પાછળથી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કાર જ્યારે વિદ્યાર્થિની સાથે અથડાઈ ત્યારે 74 એમપીએચની ઝડપે જઈ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2023 05:46 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK