૪૦ શક્તિશાળી વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો
પ્રતીકાત્મક તસવીર
રશિયાનાં બે મહત્ત્વનાં ઍરબેઝ ઓલેન્યા અને બેલાયા પર યુક્રેનની સેનાએ ડ્રોન હુમલો કર્યો હતો. જે ઍરબેઝને નિશાન બનાવવામાં આવ્યાં છે એ રશિયા-યુક્રેન બૉર્ડરથી ખૂબ અંદર આવેલાં છે. યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો યુક્રેનની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો.
યુક્રેને કહ્યું હતું કે ‘રશિયામાં કેટલાંક ઍરબેઝ પર ડ્રોન હુમલા કરીને ૪૦થી વધુ રશિયન બૉમ્બર્સને ધ્વસ્ત કરી દેવાયાં છે જેમનો ઉપયોગ રશિયા યુક્રેન પર બૉમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું. આ એ જ વિમાનો હતાં જે યુક્રેન પર અવારનવાર બૉમ્બ ફેંકે છે.’


