Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની સ્કૂલ પર ઈરાને જ હુમલો કર્યો હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો ઠર્યો

ઈરાનની સ્કૂલ પર ઈરાને જ હુમલો કર્યો હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો ઠર્યો

Published : 10 March, 2026 10:15 AM | Modified : 10 March, 2026 10:15 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાનના તેહરાન ટાઇમ્સે ગઈ કાલે મિનાબ સ્કૂલ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલી ૧૬૦ સ્ટુડન્ટ્સને સ્મરણાંજલિ આપતું ફ્રન્ટ પેજ તૈયાર કર્યું હતું

તેહરાનની મેહર ન્યુઝ એજન્સીએ બહાર પાડેલા મિનાબની સ્કૂલ પર થયેલા હુમલાનાં ફુટેજમાં અમેરિકાની ટૉમહૉક મિસાઇલ.

તેહરાનની મેહર ન્યુઝ એજન્સીએ બહાર પાડેલા મિનાબની સ્કૂલ પર થયેલા હુમલાનાં ફુટેજમાં અમેરિકાની ટૉમહૉક મિસાઇલ.


૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં નિર્દોષ ૧૬૦ વિદ્યાર્થિનીઓ મૃત્યુ પામી એ ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા માટે ડોનલ્ડ ટ્રમ્પે આ હુમલો ઈરાનની જ ભૂલને કારણે થયો હશે એવો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનનું નિશાન સટીક નથી હોતું એટલે ઈરાનથી ખુદ જ એ હુમલો પોતાની સ્કૂલ પર થયો હશે. 

જોકે ગઈ કાલે એક વિડિયો-ફુટેજ બહાર આવ્યું હતું જેમાં સ્કૂલની બાજુમાં આવેલી ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના નેવલ બેઝ પર થયેલી અમેરિકાની ઍરસ્ટ્રાઇકનું ફુટેજ જોવા મળે છે. વિડિયોમાં અમેરિકન BGM અને ટૉમહૉક લૅન્ડ અટૅક મિસાઇલો IRGC બેઝ પર હુમલો કરતી હોવાનું દેખાય છે. એમાંની જ એક મિસાઇલ સ્કૂલના બિલ્ડિંગ પર પણ પડી છે. આ ફુટેજ નજીકમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર લાગેલા કૅમેરામાં કેદ થઈ હતી. આ હુમલો ઇઝરાયલ  નહીં પણ અમેરિકા દ્વારા જ થયો છે એ કન્ફર્મ થાય છે કેમ કે એ ટૉમહૉક મિસાઇલ્સ ઑપરેટ કરે છે, ઇઝરાયલ નહીં. 



ઈરાની ન્યુઝપેપરે ફ્રન્ટ પેજ પર ટ્રમ્પ પાસે જવાબ માગ્યો 


ઈરાનના તેહરાન ટાઇમ્સે ગઈ કાલે મિનાબ સ્કૂલ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલી ૧૬૦ સ્ટુડન્ટ્સને સ્મરણાંજલિ આપતું ફ્રન્ટ પેજ તૈયાર કર્યું હતું જેમાં યુદ્ધની શરૂઆતમાં જ હોમાઈ ગયેલી વિદ્યાર્થિનીઓની તસવીરો હતી. એનું શીર્ષક આપ્યું હતું, ‘ટ્રમ્પ, આમની આંખોમાં જુઓ’.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 10:15 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK