અમેરિકા અને ડેન્માર્કના ત્રણ વૈજ્ઞાનિકોને એકસાથે અણુઓને ખેંચવાની નવી પદ્ધતિઓ વિકસાવવા બદલ આ વર્ષનું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, જેને કારણે સારી દવાઓની ડિઝાઇન બનાવવામાં સરળતા થશે.

પ્રતીકાત્મક તસવીર
સ્ટૉકહોમ ઃ અમેરિકા અને ડેન્માર્કના ત્રણ વૈજ્ઞાનિકોને એકસાથે અણુઓને ખેંચવાની નવી પદ્ધતિઓ વિકસાવવા બદલ આ વર્ષનું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, જેને કારણે સારી દવાઓની ડિઝાઇન બનાવવામાં સરળતા થશે. કૅરોલિન બર્ટોઝી, મોર્ટેન મેલ્ડલ અને કે. બૅરી શાર્પલેસ આ ત્રણ વૈજ્ઞાનિકોને કૅન્સરની દવા, ડીએનએ મૅપ માટે જરૂરી ક્લિક કેમિસ્ટ્રી અને બાયોર્થોગોનવ રીઍક્શનના ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. કે. બૅરી શાર્પલેસ ૨૦૦૧માં નોબેલ પ્રાઇઝ જીત્યો હતો. તેઓ હવે બીજી વખત નોબેલ જીતનાર પાંચમી વ્યક્તિ બન્યા છે.
સારાં કેમિકલ શોધવા એક સમસ્યા હતી. કૅલિફૉર્નિયામાં આવેલી સ્ક્રિપ્સ રિસર્ચ સાથે સંકળાયેલા મોર્ટેન મેલ્ડલે એવી પ્રક્રિયા શોધ કાઢી હતી જેને કારણે આ કેમિકલના અણુઓ સરળતાથી એકબીજા સાથે ભળી જાય, જેને કારણે નવી દવાઓ અને પૉલિમરના ઉત્પાદનમાં સરળતા થઈ. કૅલિફૉર્નિયાની સ્ટૅનફર્ડ યુનિવસિર્ટી સાથે સંકળાયેલા કૅરોલિન બર્ટોઝીએ ક્લિક કેમિસ્ટ્રીને નવા સ્તરે લઈ ગયા છે. તેમણે જીવંત સજીવોની અંદર ખલેલ પહોંચાડ્યા વગર કામ કરી શકે એવી નવી પદ્ધતિ વિકસાવી છે.

