આ બૅનર્સ લાગતાં પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ડોનલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં લખી હતી.
તેલ અવિવમાં લાગ્યાં ‘Thank You, Mr. President’નાં બૅનર્સ
અમેરિકાએ ઈરાનનાં પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કર્યા બાદ ઇઝરાયલના તેલ અવિવ શહેરના વ્યસ્ત સેન્ટ્રલ હાઇવે પર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો ફોટો ધરાવતાં અને આભાર માનતાં વિશાળ બૅનર્સ લગાવવામાં આવ્યાં છે. એ બૅનર્સમાં લખ્યું છે, Thank You, Mr. President. આ બૅનર્સ લાગતાં પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ડોનલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં લખી હતી.


