Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીલંકામાં હવે અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવાનું

શ્રીલંકામાં હવે અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવાનું

Published : 18 March, 2026 10:51 AM | IST | sri lanka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્યુઅલની અછતના ડરથી લેવાયો નિર્ણય: શનિ-રવિ ઉપરાંત હવે સરકારી સંસ્થાઓમાં બુધવારે પણ જાહેર રજા રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ફ્યુઅલની સંભવિત અછતના ડરથી શ્રીલંકાએ આજથી વીકમાં માત્ર ચાર જ દિવસ ઑફિસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. હવે બુધવારે પણ જાહેર રજા હશે.

શ્રીલંકાના એસેન્શિયલ સર્વિસિસના કમિશનર પ્રભાત ચંદ્રકીર્તિએ જાહેર કર્યું હતું કે ૧૮ માર્ચથી દર બુધવારે હવે પબ્લિક હૉલિડે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ સરકારી કર્મચારીઓ, તમામ સરકારી સ્કૂલો, યુનિવર્સિટીઝ અને કોર્ટ્સ પર લાગુ થશે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી સરકારી કાર્યક્રમો પણ રોકવામાં આવશે. પ્રાઇવેટ સેક્ટરને પણ આગામી સૂચના સુધી બુધવારે રજા જાહેર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, પરંતુ હેલ્થ- સેક્ટર, પોર્ટ્સ, વૉટર-સપ્લાય અને કસ્ટમ્સ જેવી જરૂરી સર્વિસમાં બુધવારે છુટ્ટી નહીં રહે.



ફ્યુઅલ રિઝર્વ મૅનેજ કરવા માટે અત્યારથી જ શ્રીલંકામાં QR બેઝ્‍ડ ફ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ટૂ-વ્હીલર્સને વીકમાં માત્ર પાંચ લીટર અને ફોર-થ્રી-વ્હીલર્સને ૧૫ લીટર, વૅનને ૪૦ લીટર, બસને ૬૦ લીટર અને ટ્રકને ૨૦૦ લીટર જેટલું જ ફ્યુઅલ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 10:51 AM IST | sri lanka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK