ઠંડા લીંબુપાણી માટે રેસ્ટોરાંએ કયો ગૅસ વાપરવો પડ્યો હશે?
બિલ
મિડલ ઈસ્ટમાં જ્યારથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી હોવાથી ભારતમાં ગૅસ-સિલિન્ડરની તંગી સર્જાઈ છે ત્યારથી અનેક રેસ્ટોરાંઓ બિલની સાથે અમુક ટકા ગૅસ ક્રાઇસિસ ચાર્જ પણ લગાવવા લાગ્યા છે. જોકે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં માત્ર ફુદીનાવાળું લેમનેડ ખરીદવા પર પણ રેસ્ટોરાંએ પાંચ ટકા ગૅસ-ચાર્જ લગાવ્યો છે. ઠંડા લીંબુપાણી માટે રેસ્ટોરાંએ કયો ગૅસ વાપરવો પડ્યો હશે?
