° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


શ્રીલંકાએ વિવાદાસ્પદ ચાઇનીઝ જહાજને એન્ટ્રી માટે મંજૂરી આપી

14 August, 2022 11:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ સ્પાય જહાજથી ચીન ભારતનાં સૈન્ય-સંસ્થાનોની જાસૂસી કરી શકે, એટલે એને અટકાવવા જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

કોલંબોઃ ભારતનાં વિરોધ અને ચિંતાને અવગણીને શ્રીલંકાની સરકારે પોતાને ત્યાં વિવાદાસ્પદ ચાઇનીઝ ​જહાજની એન્ટ્રી માટે ગઈ કાલે મંજૂરી આપી હતી. ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ જહાજથી ચીન ભારતનાં સૈન્ય-સંસ્થાનોની જાસૂસી કરી શકે છે. 
યુઆન વૅન્ગ 5ને ઇન્ટરનૅશનલ શિપિંગ માટેનું રિસર્ચ અને સર્વે જહાજ ગણાવવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ જાસૂસી માટે પણ કરવામાં આવી શકે છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરી અને શ્રીલંકા પર એના વધતા જતા પ્રભાવથી ભારતને આશંકા છે. 
યુઆન વૅન્ગ 5 શરૂઆતમાં ૧૧ ઑગસ્ટે શ્રીલંકાના ચીન દ્વારા સંચાલિત હંબનટોટા પોર્ટ પહોંચવાનું હતું, પરંતુ ભારતે આ જહાજ શ્રીલંકા પહોંચે એની સામે વાંધો ઉઠાવ્યા બાદ શ્રીલંકાએ ચીનને આ જહાજને આગળ વધતું મોકૂફ રાખવા જણાવવામાં આવ્યું હતું. 
આ પોર્ટના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ ચાઇનીઝ જહાજ શુક્રવારે રાત્રે શ્રીલંકાના દ​િક્ષણ-પૂર્વમાં લગભગ ૧૦૦૦ કિલોમીટરના અંતરે હતું. એ ધીરે-ધીરે હંબનટોટા પોર્ટ તરફ આગ‍ળ વધી રહ્યું છે. 
યુઆન વૅન્ગ 5નો સ્પેસ અને સૅટેલાઇટ ટ્રૅકિંગ માટે ઉપયોગ કરી શકાય છે. એ સિવાય ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલ લૉન્ચમાં પણ એનો ચોક્કસ ઉપયોગ થઈ શકે છે. 
નોંધપાત્ર છે કે આર્થિક કટોકટીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે ખૂબ જ આર્થિક સહાય કરી હોવા છતાં એ ભારતની ચિંતાઓની અવગણના કરી રહ્યું છે. હંબનટોટા પોર્ટ એના લૉકેશનના કારણે વ્યૂહરચનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ચીન પાસેથી દેવું કરીને આ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 

14 August, 2022 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

Queen Elizabeth 2ના અંતિમ યાત્રામાં હાજર રહ્યા આ `બિનબુલાએ મહેમાન`

Britain News: ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના નિધન થઈ ગયું હતું. સોમવારે વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી લોકો મહારાણીને અંતિમ વિદાય આપવા માટે લંડનમાં એકઠા થયા હતા.

21 September, 2022 05:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

World Peace Day 2022: જાણો કેમ ઉજવાય છે વિશ્વ શાંતિ દિવસ, શું છે આ વર્ષની થીમ?

યુનાઈટેડ નેશન્સ અનુસાર, વિશ્વ શાંતિનો અર્થ ફક્ત હિંસા ન થાય તે પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવા સમાજની રચના કરવાનો છે, જ્યાં દરેક વ્યક્તિ અનુભવે કે તે આગળ વધી શકે છે અને વિકાસ કરી શકે છે

21 September, 2022 02:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની માગ કરતો ઠરાવ પસાર

પાકના નવા આર્મી ચીફ કોને બનાવવા એ મામલે વડા પ્રધાને ભાગેડુ નવાઝ પાસે સલાહ લેવા બદલ ઠરાવ

21 September, 2022 09:19 IST | Lahore | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK