પાર્ટનરના શિશ્નોત્થાન માટે અડધોઅડધ સ્ત્રીઓ પોતાને બ્લેમ કરે છે

ઘણી વાર આક્ષેપબાજીઓને કારણે સેક્સ્યુઅલ સમસ્યાઓ વણસે છે. જોકે સ્ત્રીઓ મોટા ભાગે સેક્સ્યુઅલ લાઇફની સમસ્યાઓ માટે પોતાને જવાબદાર ગણવા લાગે એવી શક્યતા ૫૦ ટકા જેટલી હોય છે. જ્યારે પુરુષને ઉત્થાન આવવામાં તકલીફ થાય છે ત્યારે મોટા ભાગે યુગલ ક્ષોભને કારણે એ બાબતે ચર્ચા કરવાનું ટાળે છે. બ્રિટનના રિસર્ચરોએ ૧૦૦૦ પુરુષો અને ૧૦૦૦ સ્ત્રીઓને તેમની સેક્સલાઇફને લગતા લાંબાલચક ઑનલાઇન સર્વેમાં અંગત સવાલો પૂછીને કેટલાંક ચોંકાવનારાં તારણો કાઢ્યાં છે. રિસર્ચરોનું કહેવું છે કે ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના લગભગ ૫૦ ટકા પુરુષોએ જીવનના અમુક તબક્કે શિશ્નોત્થાનની સમસ્યા અનુભવી છે. પાર્ટનરને શિશ્નોત્થાનની સમસ્યા થાય ત્યારે ૫૦ ટકા મહિલાઓ એ માટે પોતાને જવાબદાર માને છે. મહિલાઓને આવા સમયે પહેલો વિચાર એ આવે છે કે તેઓ હવે પાર્ટનર માટે ઓછી અટ્રૅક્ટિવ થઈ ગઈ છે. ૪૨ ટકા મહિલાઓ માને છે કે તેમની પાર્ટનરને ઉત્તેજિત કરવાની ક્ષમતા ઘટી ગઈ છે.


