આ રંગ જોનારા પાંચ લોકોએ એને બ્લુ-ગ્રીન તરીકે વર્ણવીને કહ્યું હતું કે આ રંગને મૉનિટર પર વ્યક્ત કરવાનો કોઈ રસ્તો નથી
ઓલો રંગ
યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, બર્કલીના વૈજ્ઞાનિકોની ટીમે એક એવો રંગ શોધી કાઢ્યો છે જે પહેલાં કોઈએ જોયો નથી. આ રંગને ‘ઓલો’ નામ આપવામાં આવ્યું છે. આ રંગ જોનારા પાંચ લોકોએ એને બ્લુ-ગ્રીન તરીકે વર્ણવીને કહ્યું હતું કે આ રંગને મૉનિટર પર વ્યક્ત કરવાનો કોઈ રસ્તો નથી. આ રંગ ફક્ત રેટિનાના લેઝર મૅનિપ્યુલેશન દ્વારા જ અનુભવી શકાય છે.
રેટિનામાં વ્યક્તિગત કોષોને ઉત્તેજિત કરીને આ રંગ જોઈ શકાયો હતો. જોકે લંડન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિક જણાવે છે કે આ નવો રંગ નથી પણ વધુ સંતૃપ્ત લીલો છે જે ફક્ત લાલ-લીલા રંગીન મેકૅનિઝમવાળા પ્રકાશમાં જ ઉત્પન્ન થઈ શકે છે.

