રશિયાનો યુક્રેન પર સૌથી મોટો ડ્રોન હુમલો
પ્રતીકાત્મક તસવીર
રવિવારે વહેલી સવારે રશિયાએ યુક્રેન પર સૌથી મોટો અને આક્રમક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાથી યુક્રેનની સંરક્ષણ-પ્રણાલી માટે સમસ્યાઓ ઊભી થઈ છે અને સામાન્ય નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. દરમ્યાન, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેઓ રશિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગે છે. યુક્રેનની વાયુસેનાએ ખુલાસો કર્યો હતો કે રશિયાએ રાતોરાત કુલ ૨૭૩ વિસ્ફોટક ડ્રોન ફાયર કર્યાં હતાં. આમાંથી ૮૮ ડ્રોનને યુક્રેનિયન સંરક્ષણ દળોએ તોડી પાડ્યાં હતાં, જ્યારે ૧૨૮ અન્ય ઇલેક્ટ્રૉનિક જૅમિંગને કારણે ગુમ થયાં હતાં. શુક્રવારે રશિયા અને યુક્રેન વચ્ચે પહેલી સીધી વાતચીત થયા પછી જ આ હુમલો થયો હતો.


