વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ લિબરલ પાર્ટીના નેતાને ચૂંટવા માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રુબી ઢલ્લાએ નામ નોંધાવ્યું હતું.
રુબી ઢલ્લા
ભારતીય મૂળની કૅનેડાની ભૂતપૂર્વ સંસદસભ્ય રુબી ઢલ્લાએ કૅનેડાના વડા પ્રધાનપદની રેસમાં ઉમેદવારી નોંધાવી છે. તેણે વચન આપ્યું છે કે જો તે કૅનેડાની વડા પ્રધાન બનશે તો તમામ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશની બહાર કાઢી મૂકશે.
૫૦ વર્ષની રુબીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે વડા પ્રધાનના રૂપમાં હું કૅનેડામાં રહેતા ગેરકાયદે લોકોનો દેશનિકાલ કરીશ. માનવતસ્કરો પર લગામ લગાવીશ, આ મારો વાયદો છે.
ADVERTISEMENT
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ લિબરલ પાર્ટીના નેતાને ચૂંટવા માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રુબી ઢલ્લાએ નામ નોંધાવ્યું હતું. લિબરલ પાર્ટીના નેતાની જાહેરાત ૯ માર્ચે કરવામાં આવશે.

