Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચ્યા

નરેન્દ્ર મોદી મલેશિયા પહોંચ્યા

Published : 08 February, 2026 09:33 AM | IST | Malaysia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાનની આ યાત્રાનો ઉદ્દેશ ભારત-મલેશિયા સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે

નરેન્દ્ર મોદીને ગઈ કાલે ઍરપોર્ટ પરથી મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ પોતાની કારમાં બેસાડીને લઈ ગયા હતા. પાટનગર ક્વાલા લમ્પુરની હોટેલમાં ભારતીય સમુદાયે ભારતીય વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને તેમના માનમાં સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યાં હતાં.

નરેન્દ્ર મોદીને ગઈ કાલે ઍરપોર્ટ પરથી મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ પોતાની કારમાં બેસાડીને લઈ ગયા હતા. પાટનગર ક્વાલા લમ્પુરની હોટેલમાં ભારતીય સમુદાયે ભારતીય વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને તેમના માનમાં સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યાં હતાં.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દિવસની મુલાકાતે મલેશિયા પહોંચ્યા હતા જ્યાં ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનની આ યાત્રાનો ઉદ્દેશ ભારત-મલેશિયા સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે. મુલાકાત પહેલાં વડા પ્રધાને સંકેત આપ્યો હતો કે ભારત હવે સંરક્ષણ, સુરક્ષા, અર્થતંત્ર અને નવીનતા જેવાં મુખ્ય ક્ષેત્રોમાં મલેશિયા સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માગે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ પોતે ઍરપોર્ટ ગયા હતા. વડા પ્રધાને ફરી એક વાર રાષ્ટ્રના વડા સાથે એ જ કારમાં મુસાફરી કરી જેનાથી તેમની કાર-ડિપ્લોમસી નવી ચર્ચામાં આવી છે. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું ક્વાલા લમ્પુર પહોંચી ગયો છું. મારા મિત્ર, વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા ઍરપોર્ટ પર મારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું ખૂબ આભારી છું.’



 


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 09:33 AM IST | Malaysia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK