Paris Attack: પેરિસમાં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં પાગલ વ્યક્તિએ પ્રવાસીઓ પર ચાકુ વડે હુમલો કરીને એક પર્યટકની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
આઇફલ ટાવરની ફાઇલ તસવીર
પેરિસમાં એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પ્રવાસીઓ પર હુમલો (Paris Attack) કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. ગૃહમંત્રી ગેરાલ્ડ ડર્મેનિને શનિવારે જણાવ્યું હતું કે પોલીસે 26 વર્ષીય ફ્રેન્ચ નાગરિકની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આ શંકાસ્પદને 2016માં હુમલા (Paris Attack)ની યોજના માટે ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ મળતી માહિતી મુજબ આ શંકાસ્પદ વ્યક્તિને ફ્રેન્ચ સુરક્ષા સેવાઓની વોચ લિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને તે માનસિક બીમારીથી પીડિત હતો.
છરી વડે કરવામાં આવ્યો હુમલો
ADVERTISEMENT
આ હુમલો (Paris Attack) IST સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે વ્યક્તિએ એફિલ ટાવરથી માત્ર થોડીક જ દૂર ક્વાઈ ડી ગ્રેનેલ પર એક પ્રવાસી દંપતી પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક જર્મન નાગરિકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાય તે પહેલા તેણે હથોડી વડે અન્ય બે લોકો પર હુમલો કરીને અન્ય બે લોકોને ઘાયલ કર્યા હતા.
એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે આ શંકાસ્પદ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યો હતો. તેણે પોલીસને કહ્યું કે તે અસ્વસ્થ છે કારણ કે અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનમાં ઘણા મુસ્લિમો મરી રહ્યા છે. ગાઝાની સ્થિતિ અંગે પણ તે ચિંતિત જણાતો હતો.
પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદ વ્યક્તિએ કહ્યું કે તે વિશ્વમાં મુસ્લિમોની હત્યાને સહન કરી શકશે નહીં. પેરિસના ફરિયાદી કાર્યાલયે જણાવ્યું હતું કે હુમલાખોર ફ્રેન્ચનો રહેવાસી હતો. તેનો જન્મ 1997માં થયો હતો અને તેને હત્યા તેમ જ હત્યાના પ્રયાસ (Paris Attack)ના કેસમાં ધરપકડ કરી લેવામાં આવ્યો છે.
ફ્રાન્સની રાજધાનીમાં આઇફલ ટાવર નજીકના ઘટનાસ્થળે (Paris Attack) ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિન પણ પહોંચે તેવી ધારણા છે. ડર્મનિને X પર લખ્યું હતું કે, “પોલીસ અધિકારીઓએ બહાદુરીપૂર્વક એક હુમલાખોરની ધરપકડ કરી છે જે પેરિસમાં ક્વાઈ ડી ગ્રેનેલની આસપાસ રાહદારીઓનો પીછો કરી રહ્યો હતો. કૃપા કરીને આ વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળો.”
અગાઉ પણ સજા થઈ ચૂકી છે
પેરિસમાં બનેલી આ સનસનાટીભરી ઘટના (Paris Attack)માં પાગલ વ્યક્તિએ પ્રવાસીઓ પર ચાકુ વડે હુમલો કરીને એક પર્યટકની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે તે માનસિક રીતે પીડિત હતો. તેમની ફરિયાદ હતી કે અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનમાં મુસ્લિમો મરી રહ્યા છે. તેણે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા. હુમલાની યોજના કરવા બદલ આરોપી ચાર વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો છે.


