Pakistan Train Hijack: અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાફર એક્સપ્રેસના નવ કોચમાં લગભગ 500 મુસાફરો હતા. આ ટ્રેન ક્વેટાથી ખૈબર-પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગુડાલાર અને પીરુ કોનેરી વચ્ચે એક ટનલમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં ટ્રેન હાઈજૅક થયા બાદની તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- જાફર એક્સપ્રેસ નવ કોચમાં લગભગ 500 મુસાફરો સાથે હાઈજૅક
- બલૂચ બળવાખોરોએ 500 જેટલા મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો
- પાકિસ્તાને ટ્રેન અપહરણ અંગે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મંગળવારે ૧૧ માર્ચ ૨૦૨૫ના રોજ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ૫૦૦ થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેનને હાઈજૅક કરી હતી. આ સંદર્ભમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે આ ટ્રેન અપહરણ અંગે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે.
આ હાઈજૅક બાદબીએલએ દ્વારા નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા હતા, જોકે પાકિસ્તાની સૈન્યના કર્મચારીઓ, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને હજી પણ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે અને ટ્રેનને ટ્રેક પરથી ઉતારી હોવાનો દાવો કર્યો છે. બલૂચ બળવાખોરોએ 500 જેટલા મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે બલૂચિસ્તાન ટ્રેન અપહરણ ઘટના અંગે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે "આ હુમલા પાછળ ભારતનો હાથ છે." સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "ભારત આ હુમલાઓના ઓપરેશન અફઘાનિસ્તાનની અંદરથી ચલાવી રહ્યું છે." જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું, "શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ બળવાખોરો વચ્ચે કોઈ કનેક્શન છે? શું TTP બલૂચોને ટેકો આપે છે?" જેના જવાબમાં રાણા સનાઉલ્લાહે કહ્યું, “ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. આ પછી, બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળે છે.”
રાણા સનાઉલ્લાહે આગળ કહ્યું, “અફઘાનિસ્તાનમાં બેસીને, તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. પાકિસ્તાનના દુશ્મનો સક્રિય છે અને હવે આમાં કોઈ બીજો અભિપ્રાય નથી. આ ન તો કોઈ રાજકીય મુદ્દો છે કે ન તો કોઈ અજેન્ડાનો ભાગ છે અને તે એક કાવતરું છે.” ભારત પર ગંભીર આરોપ કરતાં તેમણે કહ્યું, “હા, ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) બન્નેને સમર્થન આપી રહ્યું છે.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાફર એક્સપ્રેસના નવ કોચમાં લગભગ 500 મુસાફરો હતા. આ ટ્રેન ક્વેટાથી ખૈબર-પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગુડાલાર અને પીરુ કોનેરી વચ્ચે એક ટનલમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનને હાઈજૅક કર્યા બાદ પાકિસ્તાની સેનાએ તેને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે BLAએ સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો તેઓ કોઈપણ કાર્યવાહી કરશે તો બંધક બનાવાયેલા બધા લોકોને મારી નાખવામાં આવશે. જેથી પાકિસ્તાની સેના અને સરકાર આ મુદ્દો ઉલેકવા અસફળ સાબિત થઈ રહી છે, જેને કારણે તેઓ હવે ભારત સામે આવા પાયાવિહોણા આરોપો કરી રહ્યા છે.

