Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની ચોથી વિઝિટ, આ વખતે મિશન છે ‌ઊર્જા ને યુરેનિયમ માટેનો કરાર

નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની ચોથી વિઝિટ, આ વખતે મિશન છે ‌ઊર્જા ને યુરેનિયમ માટેનો કરાર

Published : 30 August, 2026 02:45 PM | IST | Uzbekistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દિવસ માટે સેન્ટ્રલ એશિયન દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગયા હતા

ઐતિહાસિક યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિઝિયોયેવ સાથે નરેન્દ્ર મોદી.

ઐતિહાસિક યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિઝિયોયેવ સાથે નરેન્દ્ર મોદી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દિવસ માટે સેન્ટ્રલ એશિયન દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ વિઝિટ વેપાર, સુરક્ષા, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા અને યુરેનિયમ અને સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપના મુદ્દાઓ પર વાતચીત અને કરાર માટે છે. ગઈ કાલે જ્યારે નરેન્દ્ર મોદી તાશ્કંદ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ ખુદ આવ્યા હતા અને તમામ પ્રોટોકૉલ તોડીને ગ્રૅન્ડ વેલકમ કર્યું હતું. તેમણે હિન્દી બોલીને વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને પછી બન્ને નેતાઓ એક જ કારમાં બેસીને કાર્યક્રમો માટે રવાના થયા હતા. યાંગી ઉઝબેકિસ્તાન પાર્ક એ ત્યાંના સ્વતંત્રતાનો ઇતિહાસ સાચવતું મૉન્યુમેન્ટ છે. ઉઝબેકિસ્તાનની સ્વતંત્રતાની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે નરેન્દ્ર મોદીએ સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 02:45 PM IST | Uzbekistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK