૨૦૨૦ની પ્રેસિડન્ટની ચૂંટણીનાં પરિણામોને ઊથલાવવાના આરોપો બદલ અમેરિકાના આ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સામે આ કેસ ચાલી રહ્યો છે
ફેડરલ મૅજિસ્ટ્રેટ જજ મોક્સિલા એ. ઉપાધ્યાય
અત્યારે સમગ્ર અમેરિકાની નજર ૨૦૨૦ની પ્રેસિડન્ટની ચૂંટણીનાં પરિણામોને ઊથલાવવાના આરોપો બદલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ લીગલ કાર્યવાહી પર છે. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં ફેડરલ મૅજિસ્ટ્રેટ જજ મોક્સિલા એ. ઉપાધ્યાય દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં જન્મેલા અને કૅન્સસ સિટી, મિસૌરીમાં મોટા થયેલા જજ ઉપાધ્યાયે મિસૌરી સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી બૅચલર ઑફ જર્નાલિઝમની ડિગ્રી મેળવી હતી. એ પછી તેમણે મિસૌરી યુનિવર્સિટીમાંથી લેટિનમાં ઓનર્સ સાથે બૅચલર ઑફ આર્ટ્સ કમ્પ્લીટ કર્યું હતું. બાદમાં તેમણે અમેરિકન યુનિવર્સિટીની વૉશિંગ્ટન કૉલેજ ઑફ લૉમાંથી અમેરિકન લૉમાં ગ્રેજ્યુએટ-એન્ટ્રી પ્રોફેશનલ ડિગ્રી ડૉક્ટર ઑફ લૉ મેળવી હતી.
ADVERTISEMENT
લૉ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ જજ ઉપાધ્યાયે ડીસી કોર્ટ ઑફ અપીલ્સના ભૂતપૂર્વ ચીફ જજ એરિક ટી. વૉશિંગ્ટનના લૉ ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. બાદમાં અમેરિકન લૉ ફર્મ વેનબલ એલએલપીમાં પાર્ટનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમની પ્રૅક્ટિસમાં જટિલ સિવિલ દાવાઓ પર ફોકસ રહ્યું છે.
૨૦૨૧-૨૨થી જજ ઉપાધ્યાયની ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટની ફરિયાદોની કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી.

