Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનમાં શક્તિશાળી ધરતીકંપમાં અનેક બિલ્ડિંગો ધરાશાયી

ચીનમાં શક્તિશાળી ધરતીકંપમાં અનેક બિલ્ડિંગો ધરાશાયી

Published : 20 May, 2026 10:49 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વહેલી સવારના સમયે મોટા ભાગના રહેવાસીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો

ધરતીકંપ પછીની સ્થિતિ

ધરતીકંપ પછીની સ્થિતિ


સોમવારે વહેલી સવારે ચીનના સધર્ન ગુઆંક્શી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૫.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ઓછામાં ઓછાં ૧૩ બિલ્ડિંગો ધરાશાયી થઈ ગયાં હતાં. આના પગલે ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે અને હજારો લોકોને આ વિસ્તાર ખાલી કરવાની ફરજ પડી છે. ઇમર્જન્સી મૅનેજમેન્ટ મંત્રાલયે લેવલ-ચારની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને બચાવટીમો મોકલી આપી છે.

ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ લિયુઝોઉ શહેરના લિયુનાન જિલ્લાના તાઇયાંગકુન ટાઉનમાં આશરે ૮ કિલોમીટરની ઊંડાઈએ હતું. વહેલી સવારના સમયે મોટા ભાગના રહેવાસીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો. લિયુઝોઉ, ગુઇલિન, ગુઇગાંગ, વુઝોઉ, હેચી, નાનિંગ અને લાઇબિન સહિત અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લિયુઝોઉ શહેરમાંથી ૭૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 10:49 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK