વાઇટ હાઉસે લખેલી પોસ્ટે ચિંતા વધારી: લખ્યું હતું ‘લૉક્ડ-ઇન મોડ: ઍક્ટિવેટેડ, ઇટ્સ મન્ડે, નો એક્સક્યુઝ, જસ્ટ વિન’
સોમવારે વાઇટ હાઉસે ડોનલ્ડ ટ્રમ્પની તસવીર શૅર કરી હતી
ઈરાન સાથે વધી રહેલા તનાવ અને બૅકચૅનલથી થઈ રહેલી વાતચીતમાં સફળતા ન મળી રહી હોવાથી ગઈ કાલે વાઇટ હાઉસ તરફથી એક પોસ્ટ મૂકવામાં આવેલી જેનાથી ખળભળાટ મચ્યો છે. અમેરિકાના આ સંદેશાને નજરઅંદાજ કરી શકાય એમ નથી. સોમવારે વાઇટ હાઉસે ડોનલ્ડ ટ્રમ્પની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘લૉક્ડ-ઇન મોડ ઃ ઍક્ટિવેટેડ, ઇટ્સ મન્ડે, નો એક્સક્યુઝ, જસ્ટ વિન.’
તનાવપૂર્ણ સમયમાં વાઇટ હાઉસની આ પોસ્ટથી અનેક સવાલ ઊભા થયા છે.
