મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલો વધારો એક દિવસમાં થયો
લૅરી એલિસન, ઈલૉન મસ્ક
ઑરૅકલ કંપનીના કો-ફાઉન્ડર લૅરી એલિસન હવે દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીના શૅરમાં એક જ દિવસમાં ૪૧ ટકાનો ઉછાળો આવતાં એકઝાટકે તેમની નેટવર્થ લગભગ ૧૦૧ અબજ ડૉલર એટલે કે લગભગ ૯ લાખ કરોડ રૂપિયા વધી ગઈ. આ વધારો ભારતની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની ટોટલ નેટવર્થ બરાબર છે, જે ૯.૬ લાખ કરોડ રૂપિયા જેટલી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટેસ્લાના ફાઉન્ડર ઈલૉન મસ્ક હવે બીજા નંબરે ખસી ગયા છે. લૅરી એલિસનની નેટવર્થ ૩૯૩ અબજ ડૉલર એટલે કે લગભગ ૩૪.૬૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ઈલૉન મસ્કની નેટવર્થ ૩૮૫ અબજ ડૉલર એટલે કે ૩૩.૯૦ લાખ કરોડ રૂપિયા છે.


