Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Joe Biden Security Lapse: જો બાઈડનની સુરક્ષામાં મોટી ચૂક! કાફલા સાથે કારની ટક્કર થઈ અને...

Joe Biden Security Lapse: જો બાઈડનની સુરક્ષામાં મોટી ચૂક! કાફલા સાથે કારની ટક્કર થઈ અને...

Published : 18 December, 2023 09:16 AM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Joe Biden Security Lapse: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની પત્ની જિલ બાઈડન સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે એક કાર તેમના કાફલા સાથે અથડાઈ હતી.

જો બાઈડનની ફાઇલ તસવીર

જો બાઈડનની ફાઇલ તસવીર


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં મોટી  ખામી (Joe Biden Security Lapse) સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની પત્ની જિલ બાઈડન સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે એક કાર તેમના કાફલા સાથે અથડાઈ (Joe Biden Security Lapse) હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં કાફલામાં સામેલ કારના બમ્પરને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લીધી હતી.

કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી



એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલામાં એક ફોર્ડ કારે એક સિગ્નલ પાસે આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે આગળ જવામાં તેણે જો બાઈડનના કાફલાને ટક્કર (Joe Biden Security Lapse) મારી હતી. ત્યારબાદ જો બાઈડનના સુરક્ષાકર્મીઓએ હથિયારો સાથે આગળ વધવાની કોશિશ કરી રહેલ વાહનને ઘેરી લીધું હતું અને ડ્રાઇવરને ઝડપી લીધો હતો. આ વાહન અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.


સિક્રેટ સર્વિસ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ આ વાહનના ડ્રાઇવર સાથે પૂછપરછ પણ કરી હતી. જેણે રવિવારે રાત્રે રાષ્ટ્રપતિ બાઈડનની મોટરકેડને નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતે એક કાર જે પાર્ક કરેલી એસયુવીમાં ઘૂસી ગઈ હતી જે રવિવારે રાત્રે રાષ્ટ્રપતિ જો બાઈડનના મોટરકેડની રક્ષા કરી રહી હતી જ્યારે રાષ્ટ્રપતિ તેમના પ્રચાર મુખ્યાલયની મુલાકાતે જઈ રહ્યા હતા. રાષ્ટ્રપતિ અને જિલ બાઈડનને કોઈ નુકસાન થયું નથી.

જોકે, ચાર રસ્તા પડતાં હતા ત્યાં આ કારના ડ્રાઇવરે ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે પહેલાં જ સિક્રેટ સર્વિસના કર્મચારીઓએ વાહનને હથિયારોથી ઘેરી લીધું (Joe Biden Security Lapse) હતું, અને વાહન ચાલકને તેના હાથ ઉપર કરવાની સૂચના આપી હતી.


એવા પણ અહેવાલ સામે આવ્યા કે કે જો બાઈડનથી લગભગ 40 મીટર (130 ફીટ) નજીકના ચોક પર સ્થિત એક SUVમાં સેડાન સ્લેમિંગને કારણે જોરથી ધડાકો થયો હતો. સુરક્ષા કર્મચારીઓ તરત જ રાષ્ટ્રપતિ જો બાઈડનને ઉનટાઉન વિલ્મિંગ્ટનમાં બિલ્ડીંગથી દૂર લઈ ગયા હતા.

આ સુરક્ષા ભંગ (Joe Biden Security Lapse)ની ઘટના બની ત્યાર બાદ જો બાઈડનને તરતજ વેઇટિંગ વેહિકલમાં લઈ જવામાં આવ્યા હતા. જય તેઓની પત્ની પહેલેથી જ તેમાં હાજર હતા. બનાવ બાદ બંનેને ઝડપથી તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમનું શેડ્યૂલ અન્યથા આ ઘટનાથી પ્રભાવિત થયું ન હતું. સિક્રેટ સર્વિસે આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નહોતી.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે પત્રકારો પ્રચાર કાર્યાલયોની બહાર ફૂટપાથ પર એકઠા થયા હતા. જ્યાં પ્રમુખ અને ફર્સ્ટ લેડી જિલ બાઈડને સ્ટાફ સાથે રાત્રિભોજન કર્યું હતું. પરંતુ જ્યારે આ બનાવ વિશે માહિતી મળી ત્યારે સૌ ભેગા થઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2023 09:16 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK