વાઇટ હાઉસે આ તપાસને રાજકીય પ્રેરિત ગણાવીને એને ફગાવી દીધી હતી. બાઇડન રિપબ્લિકન ડોનલ્ડ ટ્રમ્પનો ૨૦૨૪માં પ્રેસિડન્ટની ચૂંટણી માટે ફરી સામનો કરવા માટે રેડી થઈ રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન : અમેરિકામાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે પ્રેસિડન્ટ જો બાઇડન વિરુદ્ધની એની ચાલી રહેલી મહાભિયોગ તપાસને ઔપચારિક રીતે મંજૂરી આપવા માટે બુધવારે મતદાન કર્યું હતું. રિપબ્લિકન્સ એક થયા હતા, પરંતુ પ્રેસિડન્ટ દ્વારા કોઈ ખોટું કરવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા હજી તેમને મળ્યા નથી.
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન્સનો દબદબો છે એટલે જ ૨૨૧ વિરુદ્ધ ૨૧૨ વોટથી આ તપાસને મંજૂરી આપવામાં આવી હતી. આ મહાભિયોગ તપાસ એ પુરવાર કરવા માટે ચાલી રહી છે કે બાઇડને તેમના દીકરા હંટર બાઇડનની ફૉરેનમાં બિઝનેસ કામગીરીથી ખોટી રીતે ફાયદો મેળવ્યો છે કે નહીં. હંટરે આ કેસને લઈને બંધબારણે તપાસ અધિકારીઓના સવાલોના જવાબ આપવાની ના પાડી હતી.
ADVERTISEMENT
વાઇટ હાઉસે આ તપાસને રાજકીય પ્રેરિત ગણાવીને એને ફગાવી દીધી હતી. બાઇડન રિપબ્લિકન ડોનલ્ડ ટ્રમ્પનો ૨૦૨૪માં પ્રેસિડન્ટની ચૂંટણી માટે ફરી સામનો કરવા માટે રેડી થઈ રહ્યા છે.