ઇઝરાયલના જબરદસ્ત હુમલા બાદ હમાસ સીઝફાયર પર વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું હતું. બન્ને દેશો વચ્ચે કતરમાં શનિવારે વાટાઘાટો શરૂ થઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલે ગાઝામાં ભયંકર હુમલા શરૂ કરી દીધા છે જેમાં બે દિવસમાં જ ૩૦૦થી વધુ લોકોના જીવ ગયા છે. શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલના હુમલામાં ગાઝામાં ૬૪ લોકોના જીવ ગયા હતા. ત્યાર બાદ ઇઝરાયલે શનિવારે પણ જબરદસ્ત હુમલા કર્યા જેમાં ૧૫૦ લોકોના જીવ ગયા, જ્યારે ૪૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલના જબરદસ્ત હુમલા બાદ હમાસ સીઝફાયર પર વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું હતું. બન્ને દેશો વચ્ચે કતરમાં શનિવારે વાટાઘાટો શરૂ થઈ ગઈ. ઇઝરાયલના રક્ષાપ્રધાન ઇઝરાયલ કેટ્જે કહ્યું કે ‘હમાસે યુદ્ધ સમાપ્ત કર્યા વગર વાતચીત માટે ઇનકાર કરી દીધો હતો, પરંતુ જબરદસ્ત હવાઈ હુમલા બાદ હમાસના પ્રતિનિધિઓએ ચર્ચા કરવા પર સહમતી દર્શાવી છે.’
બીજી તરફ ઇઝરાયલની સેનાએ હમાસને હરાવવા અને ગાઝામાં બંધકોને મુક્ત કરાવવાના ઉદ્દેશથી એક મોટા હુમલાની જાહેરાત કરી છે.


