Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનના અત્યંત વ્યસ્ત ઍરપોર્ટ પર ઇઝરાયલનો અટૅક, વિમાનો સળગ્યાં

ઈરાનના અત્યંત વ્યસ્ત ઍરપોર્ટ પર ઇઝરાયલનો અટૅક, વિમાનો સળગ્યાં

Published : 08 March, 2026 12:22 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાનના બંદર અબ્બાસની પશ્ચિમમાં ગઈ કાલે સવારે રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો

 ઇઝરાયલી સૈન્યએ ઈરાનની રાજધાની તેહરાનના મેહરાબાદ ડોમેસ્ટિક ઍરપોર્ટ પર મોટો હુમલો કર્યો હતો

ઇઝરાયલી સૈન્યએ ઈરાનની રાજધાની તેહરાનના મેહરાબાદ ડોમેસ્ટિક ઍરપોર્ટ પર મોટો હુમલો કર્યો હતો


ઈરાન પર મોટા પાયે નવા હુમલા શરૂ કરવામાં આવશે એવી ઇઝરાયલની જાહેરાત બાદ ગઈ કાલે સવારે ઇઝરાયલી સૈન્યએ ઈરાનની રાજધાની તેહરાનના મેહરાબાદ ડોમેસ્ટિક ઍરપોર્ટ પર મોટો હુમલો કર્યો હતો. સોશ્યલ મીડિયા પર આ હુમલાને નજરે જોનારાઓએ શૅર કરેલા ફુટેજમાં ઈરાનના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ અને મુખ્ય સ્થાનિક હબ પર સળગતાં વિમાનો અને ધુમાડાના મોટા ગોટા દેખાઈ રહ્યા હતા. ઈરાની સરકારની માલિકીનું મેહરાબાદ ઍરપોર્ટ દેશમાં સૌથી વ્યસ્ત માનવામાં આવે છે.

બીજી તરફ ઈરાનના બુશેહર ઍરપોર્ટ પર હુમલો કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યાં ઍરપોર્ટ પર પાર્ક કરાયેલા એક પૅસેન્જર વિમાનનો નાશ કરવામાં આવ્યો હતો.



ઈરાનના વળતા પ્રહાર


ઈરાને દાવો કર્યો હતો કે એણે ડ્રોન દ્વારા ઇઝરાયલ અને અમેરિકાના બેઝને નિશાન બનાવ્યા હતા. ઈરાનની સેનાએ જણાવ્યું હતું કે એણે ઇઝરાયલ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને કુવૈતમાં અમેરિકન બેઝને નિશાન બનાવીને ડ્રોન હુમલાઓ કર્યા હતા, કારણ કે આ ક્ષેત્રમાં લડાઈ બીજા અઠવાડિયામાં પ્રવેશી છે. લક્ષ્યોમાં UAEમાં અલ-મિન્હાદ બેઝ અને કુવૈતમાં અન્ય એક અમેરિકન બેઝનો સમાવેશ છે. ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું હતું કે તેમનાં દળોએ UAEમાં અલ-ધફરા ઍરબેઝને પણ નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં હવાઈ યુદ્ધ કેન્દ્ર, સૅટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ્સ, પ્રારંભિક ચેતવણી રડાર અને ફાયર કન્ટ્રોલ રડાર સહિતની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.

ઈરાનમાં ધરતીકંપનો આંચકો, ફરી ધરતી ધણધણી


ઈરાનના બંદર અબ્બાસની પશ્ચિમમાં ગઈ કાલે સવારે રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)એ જણાવ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ત્યાંથી ૭૫ કિલોમીટર દૂર હોર્મોઝગન પ્રાંતમાં હતું. ભૂકંપ લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી ઈરાનમાં આ બીજો ભૂકંપ આવ્યો છે. પહેલો ભૂકંપ મંગળવારે ઈરાનના દક્ષિણ ફાર્સ પ્રાંતમાં આવેલા ગેરાશમાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 12:22 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK