કતરમાં એના મિલિટરી બેઝ પર છોડી મિસાઇલો
ઈરાને છોડેલી મિસાઇલોને ગઈ કાલે કતરના પાટનગર દોહાના આકાશમાં કૅમેરામાં કેદ કરતા લોકો.
અમેરિકાએ પોતાનાં પરમાણુ મથકો પર બૉમ્બિંગ કર્યું એના પછી ઈરાને વળતા જવાબરૂપે ગઈ કાલે અમેરિકાના કતરમાં આવેલા મિલિટરી બેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે અમેરિકાએ અમારા પર જેટલા બૉમ્બ નાખ્યા એટલા જ હુમલા અમે કર્યા છે. ઈરાને સરકારી ટીવી પર આ હુમલાની જાહેરાત કરીને કહ્યું હતું કે અમેરિકાને જબરદસ્ત અને સફળ જવાબ આપવામાં આવ્યો છે. કતરે જોકે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઇલોને સફળતાપૂર્વક આંતરી લેવામાં આવી હતી અને એનાથી કોઈ જાનહાનિ નથી થઈ.

